🛠️ PM Vishwakarma Yojana 2026: હવે દરેક કારીગર બનશે ‘લખપતિ’! સરકાર આપી રહી છે ₹3 લાખની લોન અને દરરોજ ₹500 નું ભથ્થું, જાણો કેવી રીતે લેવો લાભ?
નવી દિલ્હી/અમદાવાદ: ભારત સરકાર દ્વારા પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે PM Vishwakarma Yojana 2026 ને નવા કલેવર સાથે રજૂ કરવામાં આવી છે. જો તમે સુથાર, લુહાર, કુંભાર કે દરજી જેવા વ્યવસાય સાથે જોડાયેલા છો, તો આ યોજના તમારા ભાગ્ય બદલી શકે છે. ચાલો જાણીએ આ સ્કીમની એ ટુ ઝેડ (A to Z) માહિતી.

શું છે પીએમ વિશ્વકર્મા યોજના 2026?
આ યોજનાનો ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો છે જેઓ પોતાના હાથ અને ઓજારોથી કામ કરે છે. સરકાર તેમને માત્ર આર્થિક મદદ જ નથી કરતી, પણ આધુનિક ટ્રેનિંગ અને નવા ઓજારો ખરીદવા માટે રોકડ સહાય પણ આપે છે.
યોજનાના મુખ્ય આકર્ષણો અને ફાયદા (Key Benefits):
- ટ્રેનિંગ અને સ્ટાઇપેન્ડ: તમને તમારા કામની આધુનિક ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ દરમિયાન દરરોજ ₹500 નું ભથ્થું મળશે.
- ટૂલકિટ પ્રોત્સાહન: ટ્રેનિંગ પૂરી થયા પછી નવા ઓજારો (Toolkit) ખરીદવા માટે સરકાર દ્વારા ₹15,000 ની ઈ-વાઉચર સહાય આપવામાં આવશે.
- સસ્તી લોન: કોઈ પણ ગેરંટી વગર વ્યવસાય વધારવા માટે ₹3,000,000 (3 લાખ) સુધીની લોન માત્ર 5% ના વ્યાજ દરે મળશે.
- પ્રથમ તબક્કામાં ₹1 લાખની લોન.
- બીજા તબક્કામાં ₹2 લાખની લોન.
- વિશ્વકર્મા સર્ટિફિકેટ: તમને સરકાર તરફથી એક ઓળખપત્ર અને સર્ટિફિકેટ મળશે, જેનાથી તમારી ઓળખ આખા દેશમાં થશે.
કોને મળી શકે આ યોજનાનો લાભ? (Who can apply?)
આ યોજનામાં 18 પ્રકારના પરંપરાગત વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- સુથાર, લુહાર, કુંભાર, સોની, શિલ્પકાર (પથ્થર કોતરણી કરનાર).
- મોચી (પગરખાં બનાવનાર), રાજમિસ્ત્રી, સાવરણી/ચટાઈ બનાવનાર.
- દરજી, ધોબી, માળી, વાળંદ અને માછીમારીની જાળ બનાવનાર.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો (Documents List):
- આધાર કાર્ડ અને મોબાઈલ નંબર.
- બેંક પાસબુકની નકલ.
- રેશનકાર્ડ (પરિવારની વિગતો માટે).
- વ્યવસાય સાથે જોડાયેલું પ્રમાણપત્ર અથવા સ્વ-ઘોષણાપત્ર.
કેવી રીતે કરવીpm vishwakarma ઓનલાઇન અરજી?
તમે તમારી નજીકના Common Service Center (CSC) પર જઈને અથવા સત્તાવાર પોર્ટલ pmvishwakarma.gov.in પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન પછી ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા તેનું વેરિફિકેશન કરવામાં આવશે.
📉 પીએમ વિશ્વકર્મા લોન ગણતરી: વ્યાજ અને હપ્તાની સંપૂર્ણ સમજ
આ યોજનામાં લોન બે તબક્કામાં મળે છે અને તેની વિશેષતા એ છે કે તમારે કોઈ પણ ગેરંટી (કોલેટરલ) આપવાની જરૂર નથી.
1. પ્રથમ તબક્કો (1st Tranche): ₹1,00,000
જ્યારે તમે તમારી બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરો છો, ત્યારે તમે પ્રથમ ₹1 લાખની લોન માટે પાત્ર બનો છો.
- વ્યાજ દર: ગ્રાહકે માત્ર 5% વ્યાજ ભરવાનું રહેશે (બાકીનું વ્યાજ સરકાર ભોગવશે).
- સમયગાળો: આ લોન તમારે 18 મહિના માં પરત કરવાની રહેશે.
- અંદાજિત હપ્તો (EMI): દર મહિને આશરે ₹5,700 થી ₹5,800 ની આસપાસ હપ્તો આવશે.
2. બીજો તબક્કો (2nd Tranche): ₹2,00,000
જો તમે પ્રથમ લોન સમયસર ભરી દીધી હોય અને તમારા વ્યવસાયમાં પ્રગતિ બતાવો, તો તમને વધારાના ₹2 લાખની લોન મળે છે.
- વ્યાજ દર: આમાં પણ વ્યાજ દર માત્ર 5% જ રહેશે.
- સમયગાળો: આ લોન પરત કરવા માટે તમને 30 મહિના નો સમય મળશે.
- અંદાજિત હપ્તો (EMI): દર મહિને આશરે ₹7,100 થી ₹7,200 ની આસપાસ હપ્તો આવશે.
💡 આ લોન કેમ ‘ખાસ’ છે?
- વ્યાજમાં મોટી છૂટ: બેંકમાં પર્સનલ લોનનો વ્યાજ દર 12% થી 15% હોય છે, જ્યારે અહીં તમારે માત્ર 5% જ આપવાનું છે. બાકીના 8% સુધીનું વ્યાજ સરકાર સીધું બેંકને ચૂકવે છે.
- પ્રી-પેમેન્ટ પેનલ્ટી નથી: જો તમારી પાસે પૈસા વહેલા આવી જાય અને તમે લોન વહેલી ભરી દેવા માંગો છો, તો તમારે કોઈ વધારાનો ચાર્જ (Penalty) ચૂકવવો પડશે નહીં.
- ડિજિટલ ટ્રાન્ઝેક્શન બોનસ: જો તમે તમારા વ્યવસાયમાં ડિજિટલ પેમેન્ટ (UPI) નો ઉપયોગ કરો છો, તો સરકાર તમને દર ટ્રાન્ઝેક્શન પર ₹1 નું પ્રોત્સાહન (મહત્તમ 100 ટ્રાન્ઝેક્શન સુધી) આપશે.
⚠️ લોન મેળવવા માટેની શરત:
લોન લેવા માટે તમારે સરકાર દ્વારા નિર્ધારિત 5 થી 7 દિવસની બેઝિક ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવી ફરજિયાત છે. ટ્રેનિંગ દરમિયાન પણ તમને દરરોજ ₹500 મળશે, જે તમારા માટે વધારાની બચત છે.
